હારૂન પટેલ
તું કોઇ ફૂલ છે કે નહીં, જાણતો નથી,
હું તો તને મળીને સુવાસિત બની ગયો.
મહેમાન કવિઓની કદર કરતાં કરતાં, મુકામી શાયરોનું સન્માન સાચવતાં અને અવારનવાર ગીત-ગઝલની મેહફિલો સજાવી કવિમિત્રોની સોબતમાં બેસતાં, અત્તર વેચનાર પાસે બેસી રહેનાર ખુશબો પામે એ રીતે, હારૂનને શાયરોના સંગમાં ગઝલોની મહેક મળી છે અને તેઓ ગઝલો લખતા થઇ ગયા છે.
‘તરસ એક દરિયાની’ – ગઝલસંગ્રહ – હારૂન પટેલ