પરિચય

નામ:
યાકૂબ ઉમરજી મેન્ક

ઉપનામ:
‘મહેક’ ટંકારવી

જન્મ તારીખ:
૧૯૪૦

અભ્યાસ:
બી.એ. અંગ્રેજી સાથે, સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
એમ.એ. અંગ્રેજી સાથે, એમ.ટી.બી. કોલેજ, સુરત

વ્યવસાય:
૧૯૬૨-૬૪ અંગ્રેજીના શિક્ષક તરીકે, વાગરા હાઇ સ્કૂલ, વાગરા, જિલ્લા: ભરૂચ
૧૯૬૪-૬૬ અંગ્રેજીના વ્યાખ્યાતા (લેકચરર) તરીકે, આર્ટૄસ ઍન્ડ સાયન્સ કોલેજ, બારડોલી, જિલ્લા: સુરત

સાહિત્યકાર તરીકેની મુખ્ય ઓળખ:
ગઝલકાર, પ્રમુખ: ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.

પ્રગટ સંપાદનો:
સબરસ (બ્રિટનના પાંચ કવિઓની ગઝલોનું સંપાદન)
ઉપવન (બ્રિટનના પાંચ કવિઓની ગઝલો-હઝલોનું સંપાદન)
ભરૂચી વહોરા પટેલ, ઉત્પતિ, દશા, દિશા ગુજરાતી અને અંગ્રેજીમાં (૨૦૧૧- સહસંપાદન)

પ્રગટ ગઝલસંગ્રહો:
પ્યાસ ૧૯૭૨
તલાશ ૧૯૮૦
પ્યાસથી પરબ સુધી ૨૦૦૬
પ્રેમરસ પ્યાલો ૨૦૧૩


‘મહેક’ ટંકારવી – ડૉ જગદીશ દવે
‘મહેક’ ટંકારવી – ડૉ જગદીશ દવે

બોલ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલના વિશાળ હોલમાં ૨૪મી ઓગષ્ટ ૨૦૦૪ના રોજ યોજાયેલા રાષ્ટ્રીય ગુજરાતી મુશાયરા નિમિત્તે ‘મહેક’ ટંકારવીને તકતી અર્પણ કરતા ગુજરાતી ભાષાના પાઠય પુસ્તકોના સંપાદક અને ભાષાની જાળવણી માટે સતત પ્રયત્નશીલ લંડન નિવાસી ડૉ જગદીશ દવે સાહેબ

ગઝલકાર ‘મહેક’ ટંકારવી ને…

બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાઓનો આરંભ ૧૯૬૬માં ‘મહેક’ ટંકારવીના બ્રિટન આગમન સાથે થયો એ એક ઐતિહાસિક તથ્ય છે. ત્યારથી આજપર્યંત અનેક મુશાયરાઓનું આયોજન કરી, નવોદિત ગઝલકારોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતા રહી ગુજરાતી ભાષા અને ગઝલને તેમણે અહીં જીવંત રાખી છે. મુશાયરાઓમાં સૂફી રંગની ગઝલોને સુંદર તરન્નુમથી રજુ કરી તેમણે હંમેશાં શ્રોતાઓની વાહ વાહ મેળવી છે. ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના સ્થાપક અને સુકાની એવા ‘મહેક’ ટંકારવીની અવિરત સેવાઓને અમે બિરદાવીએ છીએ અને તેની કદરરૂપે આ તકતી અર્પણ કરતાં અમને ખૂબ આનંદ થાય છે.

GWGUK Stamp

ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.