Adam Tankarvi Sanman 2011
13 November 2011
જાણીતા ગઝલકાર અદમ ટંકારવીને ઓગષ્ટ ૨૦૧૧માં મુંબાઇ ઇન્ડિયન નેશનલ થિયેટરમાં યોજાયેલા એક મુશાયરા કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ‘કલાપી’ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને સન્માનવા અહીં યુ.કે.માં વિવિધ સાહિત્યિક સંસ્થાઓ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ લેસ્ટર મુકામે ૧૩ નવેમ્બરના રોજ લોર્ડ નવનીત ધોળકિયા, ડૉ બળવંત જાની અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાઇ ગયો. ડઝન જેટલા વક્તાઓએ અદમની ગઝલ સાધના અને ગઝલો વિષે વિગતે વાત કરી હતી. મહેક ટંકારવીએ દેશ પરદેશમાં ટંકારીઆ ગામનું નામ રોશન કરવા બદલ અદમ ટંકારવીને તમામ ટંકારીઆવાસીઓ અને ગઝલ ચાહકો તરફથી મુબારકબાદ પેશ કરી હતી.