Siraj Patel
સિરાજ પટેલ
ગફલતને ફગાવી દો, બેદાર થઇને જીવો
છોડો આ હતાશાને, ખુદ્દાર થઇને જીવો
થઇ જાવ મિત્રો સામે તો પુષ્પથી યે કોમળ
પણ દુશ્મનોની સામે, તલવાર થઇને જીવો
ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના સ્થાપના કાળથી એની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને એની મુશાયરા પ્રવૃત્તિમાં રસ લેતા આવેલા ‘સિરાજ પટેલ પગુથનવી’ અત્યારે ગિલ્ડના મહામંત્રી પદે બિરાજમાન છે.
“ફ્રોમ લંડન વીથ લવ” એ સિરાજ પટેલનો પ્રથમ ગઝલ-હઝલ સંગ્રહ છે.