Bolton Mushaira 2013
20 October 2013
અપને પુરખોં કી વિરાસત કો સંભાલો વરના
અગલી બારિશ મેં યે દીવાર ભી ગિર જાયેગી
રવિવાર તા. ૨૦મી ઓકટોબર ૨૦૧૩ના રોજ બોલ્ટનના તૈયબાહ કોમ્યુનિટી હોલમાં એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાર્યક્રમનો હેતુ બ્લૅકબર્નના ઇમ્તિયાઝ પટેલ અને ડૉ અબ્દુલ કરીમ શકુર દ્વારા સંપાદિત “સુનહરી યાદેં” નામના પુસ્તકનું વિમોચન અને સાથે સાથે આપણા વારસા વિષે થોડીક વાતચીત કરવાનો હતો. કાર્યક્રમના બીજા ભાગમાં ભવ્ય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અદમ ટંકારવીના કુશળ સંચાલન હેઠળ સ્થાનિક કવિઓએ મોટા ભાગે હઝલોની રમઝટ બોલાવી હતી અને શ્રોતાઓને હાસ્યની લહાણી કરાવી હતી. રાતના સાડા દસ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં બોલ્ટન અને આજુબાજુના ટાઉનોના સાહિત્ય રસિક લોકોએ હાજરી આપી હતી. છેલ્લે સલીમભાઇ ખોડા અને સાથીઓએ મેહમાનોને દાળ, ચાવલ અને સોજીનું સુંદર ભોજન પીરસ્યું હતું. રાતના ૧૧ વાગ્યે ખુશખુશાલ વાતાવરણમાં લોકો વિખેરાયા હતા.
પરસ્પર પ્રેમ, આદર, ભાઇચારો, દુ:ખમાં હમદર્દી
ઘણો છે કીમતી આ વાસરો સચવાય તો સારું
Left to Right: Ibrahim Master (Lancashire’s Deputy Police and Crime Commissioner), Muhammad Iqbal Essa (Justice of the Peace), Yasmin Umarji (School Improvement Officer at Bradford Achievement Service), Muhammad Munshi, Dilaver Vali, Siraj Patel and Imtiaz Patel with Mahek Tankarvi
Dr Abdul Karim Shakoor MBE
Adam Tankarvi
Mahek Tankarvi
Sufi Manubari
Siraj Patel Paguthanvi
Babar Bambusari
Abdul Aziz Zumla
Premi Dayadarvi
Pathik Sitponvi
Audience