Adam Tankarvi
અદમ ટંકારવી
જેમના લોહીમાં ગઝલ ભળી ગઇ છે એવા કેટલાક ગઝલકારોમાં અદમ ટંકારવીનો સમાવેશ કરી શકાય. એક અચ્છા ગઝલકાર હોવાને નાતે ગુજરાતના આધુનિક ગઝલકારોમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે અને માનની નજરે જોવાય છે. ભારત છોડી ૧૯૯૧માં ઇંગ્લેન્ડ આવ્યા ત્યારથી અહીંની ગઝલ સાહિત્ય પ્રવૃત્તિને ખાસો વેગ મળ્યો છે અને કવિઓને પ્રોત્સાહન તથા માર્ગદર્શન મળ્યું છે. એક સિદ્ધહસ્ત ગઝલકાર, અનેક ઉચ્ચ સાહિત્યિક પારિતોષિકોના વિજેતા અને મુશાયરાઓના સફળ સંચાલક એવા જનાબ અદમ ટંકારવીની ગઝલસિદ્ધિ અને ગુજરાતી ભાષા-સાહિત્યની પ્રીતિ અને સેવાની નોંધ લઇ તેની કદરરૂપે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’ દ્વારા તેમનું બહુમાન કરી તેમને તકતી અર્પણ કરવામાં આવી હતી.
- અદમ ટંકારવી – ગુજલિશ ગઝલો – કવિલોક વૅબસાઇટમાંથી સાભાર
- આદમ ટંકારવી – વાંસળી – ફોર એસ વી વૅબસાઇટમાંથી સાભાર
- અદમ ટંકારવી – આખર – ફોર એસ વી વૅબસાઇટમાંથી સાભાર
- અદમ ટંકારવી – ખયાલ ન કર – ફોર એસ વી વૅબસાઇટમાંથી સાભાર
- અદમ ટંકારવી – ગુર્જરી – ફોર એસ વી વૅબસાઇટમાંથી સાભાર