Sufi Manubari
સૂફી મનુબરી
ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના એક પાયાના સક્રિય સભ્ય અને ખૂબ જાણીતા થયેલા હઝલકાર તરીકે સૂફી મનુબરીની સેવાઓને ભૂલી શકાય તેમ નથી. તેમની જોરદાર હઝલો ‘તાકેલાં તીર’ની જેમ બરાબર નિશાન પર જઇને વાગે છે અને સૂતેલા સમાજને જગાડવા ‘ધબાકો’ કરે છે. મુક્ત મને શ્રોતાઓને હસાવતા તો કેટલાકને છાનું છાનું રડાવતા સૂફી મનુબરીની હાજરી અહીં યોજાતા મુશાયરાઓમાં લગભગ અનિવાર્ય બની ગઇ છે. મુશાયરાઓમાં તળપદી ભાષામાં લખાયેલી હઝલોથી રંગ ભરતા, શ્રોતાઓને હાસ્યને હિંડોળે ઝૂલાવતા આ હઝલકારની રમુજી સેવાની કદર કરી તેમના અસંખ્ય ચાહકો વતી તેમને આ તકતી અર્પણ કરતાં અમને ખરેખર ઘણોજ આનંદ થાય છે.