Mahek Tankarvi
મહેક ટંકારવી
બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાઓનો આરંભ ૧૯૬૬માં મહેક ટંકારવીના બ્રિટન આગમન સાથે થયો એ એક ઐતિહાસિક તથ્ય છે. ત્યારથી આજપર્યંત અનેક મુશાયરાઓનું આયોજન કરી, નવોદિત ગઝલકારોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતા રહી ગુજરાતી ભાષા અને ગઝલને તેમણે અહીં જીવંત રાખી છે. મુશાયરાઓમાં સૂફી રંગની ગઝલોને સુમધુર તરન્નુમથી રજૂ કરી તેમણે હંમેશાં શ્રોતાઓની વાહ વાહ મેળવી છે. ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના સ્થાપક અને સુકાની એવા ‘મહેક’ ટંકારવીની અવિરત સેવાઓને બિરદાવી તેની કદરરૂપે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’ દ્વારા તેમનું બહુમાન કરી તેમને પણ તકતી અર્પણ કરવામાં આવી હતી.
- મહેક ટંકારવી – ગઝલસંગ્રહો – મહેક ટંકારવીની વૅબસાઇટમાંથી સાભાર